Bigg Boss 15 Finale: તેજસ્વી પ્રકાશ બની વિજેતા

0
884

121 દિવસ બિગ બોસ(Bigg Boss 15) ના ઘરમાં રહ્યા બાદ આખરે તેજસ્વી પ્રકાશે બિગ બોસ સીઝન 15 ની ટ્રોફી પોતાના નામે કરી લીધી. તેજસ્વી જેવી જીતી તેના ફેન્સ ઝૂમી ઉઠ્યા. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેજસ્વીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.તેજસ્વી પ્રકાશને બિગ બોસ 15ની ઝગારા મારતી ટ્રોફી સાથે ઢગલો કેશ પણ મળી. અભિનેત્રીને 40 લાખ રૂપિયા કેશ આપવામાં આવી. તેજસ્વી પ્રકાશની સાથે ટોપ 3માં કરણ કુન્દ્રા અને પ્રતિક સહજપાલ રહ્યા. જો કે કરણ કુન્દ્રા ટોપ 2માં ન આવી શક્યો અને આઉટ થઈ ગયો હતો. આવામાં પ્રતિક સહજપાલ ફર્સ્ટ રનરઅપ અને કરણ કુન્દ્રા સેકન્ડ રનર અપ બન્યા.તેજસ્વી પ્રકાશની કરણ કુન્દ્રા સાથે આ શોમાં લવ સ્ટોરીની શરૂઆત થઈ. આ શો દરમિયાન બંનેના સંબંધમાં અનેકવાર ઉતાર ચડાવ આવ્યા. જો કે બંને એકબીજાના પ્રેમમાં એ હદે ડૂબેલા હતા કે દરેક ઝઘડાને માત આપીને બંને આ શોમાં સાથે જોવા મળ્યા. એટલે સુધી કે તેજસ્વી અને કરણના માતા પિતાએ પણ આ બંનેના સંબંધ પર મહોર લગાવી દીધી. આવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શો બાદ આ બંનેને સંબંધ કેટલો મજબૂત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here