CID ફેમ એક્ટર દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેઇલિયરથી નિધન….

0
234

પોપ્યુલર ક્રાઇમ શો CIDમાં ફ્રેડ્રિક્સનું કેરેક્ટર ભજવનાર દિનેશ ફડનિસનું ગઇકાલે રાતે ચાર ડિસેમ્બરે નિધન થયું છે. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા એક્ટરે ગઇકાલે રાતે આશરે 12 વાગે અંતિમ શ્વાસ લીધાં. તેમને મુંબઇની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. દિનેશે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.એક્ટ્રના અંતિમ સંસ્કાર આજે એટલે કે 5 ડિસેમ્બરે થશે. એક્ટરના અંતિમ સંસ્કાર હવે બોરીવલી પૂર્વના દૌલત નગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સૌથી લાંબા સમય સુધી ચાલતા શો ‘CID’ની આખી સ્ટાર કાસ્ટ હાલમાં તેમના ઘરે છે. તેઓ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. દિનેશની હાલત નાજુક હતી અને તે હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તે લીવર ડેમેજ સાથે લડાઈ લડી રહ્યાં હતાં. અગાઉ એવા રિપોર્ટ હતા કે એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો, દયાનંદે જણાવ્યું કે દિનેશનું મૃત્યુ મલ્ટિપલ ઓર્ગન ફેઇલિયરથી થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ઘણી સમસ્યાઓના કારણે ગઈકાલે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે દિનેશ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવતો હતો. CIDમાં તેમનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું કારણ કે તે ઘણી કોમેડી કરતો હતો. આ સમાચારથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.