CM ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીની NDC ના અધિકારીઓની મુલાકાત

0
151

નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજના (National Defense College) અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુકાલાત કરી હતી. ગાંધીનગરખાતે NDC ના 16 અધિકારીઓની ટીમ આવી છે. અહીં ટીમના મેમ્બર્સને ગુજરાતના ‘શૈક્ષણિક સાપ્તાહિક પ્રવાસ’ દરમિયાન કૃષિ અને સહકાર ક્ષેત્રની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.મહત્ત્વનું છે કે નેશનલ ડિફેન્સ કોલેજ એ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયરરેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસિસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારી તેમ જ પાર્ટનર કન્ટ્રીઝના લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ ચલાવે છે, જે અંતર્ગત 17 માર્ચથી 22 માર્ચ સુધી સ્ટડી ટૂરનું  આયોજન કરાયું છે.ભારતીય સેનાના મેજર જનરલ એસ. નાગરના નેતૃત્વમાં, અધિકારીઓની ટીમ મુખ્યમંત્રીને મળી, જેમાં જાપાન (Japan), બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની નેવી તથા ભારતીય આર્મીના અધિકારીઓ પણ જોડાયા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી , ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો પણ હાજર રહ્યા હતા.