Delhi Crime:ફરી શ્રદ્ધા કાંડ જેવી ઘટના…..

0
215

દિલ્હી માં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. દિલ્હીના ગીતા કોલોની ફ્લાયઓવર વિસ્તાર પાસે એક મહિલાની લાશ મળી આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહના અનેક ટુકડા કરવામાં આવ્યા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી છે. હાલ મહિલાની ઓળખ થઈ શકી નથી.મળતી માહિતી મુજબ બે અલગ-અલગ જગ્યાએથી મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. મૃતદેહના અનેક ટુકડા મળ્યા બાદ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે 9.15 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી કે ફ્લાયઓવર પાસે માનવ શરીરના કેટલાક અંગો પડ્યા છે. જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. મહિલાની ઉંમર 35 થી 40 વર્ષની હોવાનું કહેવાય છે.