DRDO 4 દર્દીઓને સપોર્ટ કરી શકે તેવા વેન્ટિલેટર બનાવશે: ડૉ. સતીશ રેડ્ડી

0
814

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. જેમાં હાજર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતે કહ્યુ- આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. જેસલમેર, ચેન્નઇ, માનેસર, હિંડન અને મુંબઇમાં 1 હજારથી વધુ લોકોને ક્વૉરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. જેમનો ક્વૉરન્ટિન 7 એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. માર્ચ 2018 સુધીના આંકડાઓ અનુસાર દેશમાં આર્મીની 133 હોસ્પિટલ છે. જેમાં 112 મિલેટ્રી, 12 એરફોર્સ અને 9 નેવીની છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષા મંત્રીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જી અને ડીઆરડીઓ ચેરમેન ડૉ. સતીશ રેડ્ડી સાથે વાત કરી. આર્મી ચીફ જનરસ એમ.એમ. નરવણેએ જણાવ્યુ- આર્મી હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ તૈયાર,નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે જણાવ્યુ- કોરોનાનો સામનો કરવા નેવીના જહાજ પણ સ્ટેન્ડબાય,DRDOએ અત્યાર સુધીમાં 1.50 લાખ લીટર સેનેટાઇઝર સપ્લાય કર્યું, દરરોજ 10 હજાર માસ્ક બની રહ્યા છે.

DRDOના ચેરમેન ડૉ. સતીશ રેડ્ડીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને જણાવ્યું હતું કે ડીઆરડીઓ લેબમાં બનાવવામાં આવેલ 50 હજાર લિટર સેનેટાઇઝર દિલ્હી પોલીસ સહિત જુદાજુદા સુરક્ષા દળોને સપ્લાય કરવામાં આવ્યું છે. એ સિવાય 1 લાખ લિટર સેનેટાઇઝર દેશમાં સપ્લાય કરવામાં આવ્યું. દરરોજ 10 હજાર પાંચ લેયરવાળા નોનો ટેકનોલોજી ફેસ માસ્ક N-99 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન વધારી 20 હજાર પ્રતિદિવસ કરવામાં આવશે. 40 હજાર ફેસ માસ્ક દિલ્હી પોલીસને આપવામાં આવ્યા છે. એક લેબમાં દરરોજ 20 હજાર પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે જ એક એવું વેન્ટિલેટર પણ બનાવવામાં આવી રહ્યું છે જે એક સમયે 4 દર્દીઓને સપોર્ટ કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here