ED એ શિવસેના સાંસદ સંજય રાઉતની મધરાતે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

0
280

ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉત (60)ને દક્ષિણ મુંબઈા બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા.

અધિકારીઓએ દાવો કર્યો કે રાઉતને PMLA હેઠળ રવિવારે મોડી રાતે 12.05 વાગ્યે અટકાયતમાં લેવાયા. કારણ કે તેઓ તપાસમા સહયોગ નહતા કરતા. શિવસેનાના રાજ્યસભા સભ્ય રાઉતને આજે મુંબઈની એક વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાશે. અહીં ઈડી તેમની કસ્ટડીની પણ માંગણી કરશે. તપાસ એજન્સીની એક ટુકડી રવિવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રાઉતના ઘરે પહોંચી જ્યાં તેમણે સર્ચ અભિયાન ચલાવ્યું, રાઉતની પૂછપરછ કરી અને સાંજ સુધીમાં તેમને એજન્સીના સ્થાનિક  કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનું સમન પાઠવ્યું.

સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે ‘હું ડરેલો નથી…કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here