ગાંધીનગરથી GPSC ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2 (GWRDC) અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 (GMC) ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.રાજ્યમાં ભરતી GPSC એ આગામી યોજાનારી 4 પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા કરશે જાહેર કરવામાં આવશે.આ સાથે જ GPSC તરફથી એવું કારણ આપવામાં આવ્યું છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. તેમજ ઉમેદવારોને આગામી સમયમાં નવી તારીખ આયોગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને પણ હવે ભરતીની પરીક્ષા માટે રાહ જોવી પડશે.આ અગાઉ પણ ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 6 જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંબંધિ ઉમેદવારોએ નોંધ લેવી. જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2, પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ની પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.