Ind Vs Ban : મયંક અગ્રવાલની ધમાલ, 5 ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી

0
1499

ભારતીય ક્રિકેટ ટીમ ના ઑપનર મયંક અગ્રવાલે  પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખતા બાંગ્લાદેશ વિરુદ્ધ ઇન્દોર ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે. શાનદર પ્રદર્શન કરી રહેલા મયંક અગ્રવાલે અંતિમ પાંચ ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી છે.

મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી. મયંકની કારકિર્દીની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 215 રન અને પુણે ટેસ્ટમાં 108 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે ઇન્દોર ટેસ્ટના બીજા દિવસે 183 બોલમાં તેની સદી પૂરી કરી હતી.

મયંક અગ્રવાલ  વિશે એક રસપ્રદ વાત એ છે પણ છે કે તેણે આઠ ટેસ્ટની કારકિર્દીમાં જે ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે, તે તમામ તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફટકારી છે. બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલના નામે એક પણ અડધી સદી નથી. વર્ષ 2017માં મયંક અગ્રવાલે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં ત્રણ અડધી સદી સાથે 28.66ની સરેરાશથી 258 રન બનાવ્યા હતા. રણજીમાં મયંકનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. રણજીમાં મયંકે 1160 રન બનાવ્યા છે. આ રન મયંકે 105.45ની અસાધારણ સરેરાશથી બનાવ્યા છે. જેમાં બે અડધી સદી અને પાંચ સદી સામેલ છે. એટલું જ નહીં, પોતાના સારા પ્રદર્શનનો દાખલો આપતા મયંકે વિજય હજારે ટ્રૉફીમાં 90.37ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદી અને ત્રણ સદી સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here