IPLની લેટેસ્ટ સીઝનમાં અમ્પાયરોનું કામ થશે સરળ, લાગુ થશે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ

0
234

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. IPLની નવી સીઝનમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર IPLમાં સ્માર્ટ રિપ્લે સિસ્ટમ (SRS) ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ટુર્નામેન્ટમાં અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઊભા ન થાય. SRS સચોટ સમીક્ષાઓ અને નિર્ણય લેવામાં મદદ કરશે અને ટીવી-અમ્પાયર્સને સારી ગુણવત્તાવાળા રિવ્યુ મળશે. આ સિસ્ટમ દ્વારા હૉકઆઇના ૮ હાઈ-સ્પીડ કૅમેરા મેદાનમાં હશે, જેને કારણે યોગ્ય નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. SRSને લીધે અમ્પાયર્સના નિર્ણય પર કોઈ પ્રશ્ન ઊભા થશે નહીં. IPLની આગામી સીઝન ઝડપી, સચોટ નિર્ણય લેવા અને સરળ પ્રક્રિયા માટે SRS રજૂ કરશે. SRS દ્વારા હૉકઆઇના ૮ હાઈ-સ્પીડ કૅમેરા આખા મેદાનમાં હશે અને બે હૉકઆઇ ઑપરેટરો ટીવી-અમ્પાયરની રૂમમાં બેઠા હશે. આ નવી સિસ્ટમ હેઠળ ટીવી પ્રસારણ નિર્દેશકની ભૂમિકાનો અંત આવશે, જે અગાઉ હૉકઆઇ ઑપરેટર અને થર્ડ અમ્પાયર વચ્ચે સંપર્ક તરીકે કામ કરતા હતા. હવે SRS હેઠળ સારી ક્વૉલિટીના ફોટો અને વિડિયો સહેલાઈથી ઉપલબ્ધ થશે.