વિશ્વભરમાં ફેલાયેલા ભયાનક કોરોના વાઇરસને લીધે ૨૯ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પર સવાલ ઊભા થયા હતા જે બાબતે નિર્ણય જાહેર કરી દેવાયો છે. જોકે એનો નિર્ણય આવતી કાલે યોજાનારી મીટિંગમાં લેવામાં આવવાનો હતો જે આજે જ લેવાઇ ગયો છે. 15 એપ્રિલ સુધી આઇપીએલ મેચ સ્થગિત કરવામાં આવી છે.
આ લીગની પહેલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની હતી. આ પહેલાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ તોપેએ આઇપીએલ થવાના ચાન્સ ઘણા ઓછા હોવાના સંકેત આપ્યા હતા. બીજા વિકલ્પરૂપે આઇપીએલનો શેડ્યુઅલ પાછળ ઠેલાવી પણ શકાય છે. કોરોના વાઇરસના ફેલાવાને લીધે મોટા ભાગે આઇપીએલ રદ કરવાના ભણકારા વાગી રહ્યા હતા. જે હવે પોસ્ટપોન કરવામાં આવી છે તેવો નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે.
#iplcricket