ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખેલાડીઓની હરાજી હાલમાં જ પુરી થઇ છે. પરંતુ મળી રહેલ માહિતી પ્રમાણે આઇપીએલ 2020 ની શરૂઆત ક્યા અને ક્યારે થશે તે પહેલા ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે તેવા સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અમદાવાદમાં બની રહેલ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આઇપીએલ 2020 ની ફાઇનલ મેચ રમાશે.
અલગ અલગ મીડિયા રીપોર્ટ પ્રમાણે આઇપીએલ 2020ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં બની રહેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ હાલ તૈયાર થવામાં પુર્ણતાને આરે છે. જો મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ 2020ની ફાઇનલ મેચ રમાય તો ભારતીય ક્રિકેટ બોર્ડને સૌથી મોટો ફાયદો થઇ શકે છે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1,10,000 ની છે. આ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ યોજવાની માંગ જોરશોરથી થઇ રહી છે. જોકે આ અંગે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી કોઇ પણ પ્રતિક્રિયા નથી મળી પણ આ મુદ્રા પર વિચાર કરી રહી છે. આઇપીએલમાં દર્શકોની ક્ષમતાનો રેકોર્ડ બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ફાઇનલ મેચ મોટેરામાં બનાવવા માટે યોજના બનાવી રહ્યું છે. જે એક પ્રકારે વર્લ્ડ ક્રિકેટમાં રેકોર્ડ બનશે. જેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલ કમીટી અને મુંબઇ ઇન્ડિયન્સની મેનેજમેન્ટ ટીમ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ જો આ અંગેની પરવાનગી મળશે તો ગુજરાતમાં પહેલીવાર આઇપીએલની ફાઇનલ મેચ રમાશે.