IRS અધિકારી અમિત સિંઘલ ના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો…..

0
154

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ સોમવારે દિલ્હી, મુંબઈ અને પંજાબમાં વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંઘલ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, CBI ને 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાથી વધુ રોકડા મળી આવ્યા છે. અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.અમિત કુમાર સિંઘલ 2007 બેચના IRS અધિકારી છે. તેમના પર ‘લા પિનોઝ પિઝા’ના માલિક સનમ કપૂરને જારી કરાયેલી આવકવેરા નોટિસને પતાવટ કરવા માટે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. CBI એ આ કેસમાં FIR નોંધી છે અને IRS અમિત કુમાર સિંઘલની ધરપકડ કરી છે.