ITI માં હવે લર્નીંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકાશે

0
1483

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો ઉપર આવેલી 4 આઇટીઆઇ સંસ્થામાં હવે ટ્રાઇવીંગ માટેના લર્નીંગ લાયસન્સનો ટેસ્ટ આપવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેથી ગાંધીનગર જિલ્લાના અરજદારોને ઘ-જીરો રોડ પર આવેલી આરટીઓ કચેરી સુધી જવામાંથી મુક્તિ મળશે.

આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગયા મહિને આરટીઓના નિયમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હતાં. તેના પગલે ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારોનો ભારે ધસારો થયો હતો. હાલમાં પણ ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાયસન્સ મેળવવા માટે લાંબી કતાર થઇ રહી છે. અરજદારોના ધસારાને હળવો કરવા અને અરજદારોને ગાંધીનગર આરટીઓ સુધી જવુ ના પડે તે માટે હવે આઇટીઆઇ (ઓદ્યોગિક સંસ્થા) ખાતે કાચુ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા લેવા માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આમ હવે વાહન ચલાવવા માટે કાચુ લાયસન્સ આપવા માટે લેવામાં આવતી કમ્પ્યુટર પરીક્ષા ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતેની આરટીઓમાં યોજવા તમામ પ્રકારની પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. અરજદારોએ કાચા લાયસન્સની પરીક્ષા આપવા માટેની અરજી કરવાની પ્રક્રિયા અગાઉની જેમ ઓનલાઇન કરીને એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તેમાં તેમણે નજીકની આઇટીઆઇ સંસ્થા પસંદ કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here