આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઇલિંગની અંતિમ તારીખ એક દિવસ લંબાવીને 16 સપ્ટેમ્બર કરી હોવાનું જણાવ્યું હતું. આકારણી વર્ષ 2025-26 માટેનું આવક વેરા રિટર્ન ભરવા માટેની ડેડલાઈન અગાઉ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરાઈ હતી. જો કે આ મુદતમાં એક દિવસનો વધારો કરાયો છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યક્તિગત કરદાતાઓએ સોમવારે ઓનલાઇ પોર્ટલમાં ક્ષતિને પગલે રિટર્ન ભરવામાં તકલીફ પડી રહી હોવાની સોશિયલ મીડિયામાં ફરિયાદો ઉઠાવતાં કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડે આઈટીઆર ફાઇલિંગની તારીખ એક દિવસ લંબાવીને 16 સપ્ટેમ્બર કરી હોવાનું મોડી રાત્રે જણાવ્યું હતું.






