‘KGF 2’ બાદ હવે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે સંજય દત્ત

0
295

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પોતાના અભિનયને લઇને ચર્ચામાં રહે છે. ફેન્સ સંજય દત્તને નેગેટિવ રોલમાં જોવાનું પસંદ કરે છે. ફિલ્મ ‘KGF 2’માં તે નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેના પાત્રની અને અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં જ સંજય દત્તે થલાપતી વિજયની ફિલ્મ લિયો સાઇન કરી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે તે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે.સંજય દત્તને છેલ્લા ઘણા સમયથી સાઉથની મોટી ફિલ્મોની ઓફર થઇ રહી છે. હવે મળતી માહિતી મુજબ, સંજૂ બાબાને પ્રભાસની ફિલ્મ બિલ બજેટની ફિલ્મ ઓફર થઇ છે. જો કે, ફિલ્મમાં તેનું પાત્ર શું હશે તેના વિશે હાલ કોઇ જાણકારી નથી. તે દર્શકો માટે એક સસ્પેન્સ છે. આ ફિલ્મનું નિર્દેશન મારુતિ કરી રહ્યા છે.