KGF Chapter 3 : હવે બહુ રાહ નહિ જોવી પડે…..

0
303

વર્ષ 2022 માં અભિનેતા યશની કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જેના બાદ હોમ્બલે ફિલ્મના નિર્માતા વિજય કિરાગંદૂરે એક જાહેરાત કરી હતી. કેજીએફ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેવી જાહેરાત હવે થઈ ગઈ છે. કેજીએફ ચેપ્ટર 3 ને લઈને નિર્માતા કિરાગંદૂરે કહ્યું કે, કેજીએફ ચેપ્ટર 3 ફિલ્મ રોસ્ટરનો ભાગ હતી.

નિર્માતાએ આગળ કહ્યું કે, તેઓ આ ફિલ્મને વર્ષ 2022 ના ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં થિયેટરમાં લાવવાનુ વિચારી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ માટે યશે પોતાના કેજીએફ લુકમાં કોઈ ચેન્જ કર્યો નથી. તેઓ આજે પણ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે નજર આવે છે. સ્ટોરીના અંતિમ ચેપ્ટરને જોયા બાદ ફેન્સનુ અનુમાન છે કે, અભિનેતા ફિલ્મનો ત્રીજો ભાગ પણ લઈને આવી શકે છે. હવે વિજય કિરાગંદૂરે ખુલાસો કરી દીધો છે કે, કેજીએફ ચેપ્ટર 3 આખરે ક્યારે રિલીઝ થશે. નિર્માતા વિજયે કહ્યુ કે, કેજીએફ ચેપ્ટર 3 નુ શુટિંગ વર્ષ 2025 માં શરૂ થશે. જેનો મતલબ એ છે કે, ફિલ્મ વર્ષ 2026મા થિયેટરમાં જોવા મળશે.