NASAના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હવે મંગળ અને ચંદ્ર પર ખેતી શક્ય છે. આ દાવાના આધારે મંગળ અને ચંદ્ર પર પાલક, ટામેટા અને મૂળાની ખેતી કરી શકાશે. નાસાનું માનવું છે કે જો ભવિષ્યમાં મંગળ અને ચંદ્રમા પર માનવ વસ્તી વસાવવામાં આવે તો એ લોકો માટે ખાદ્ય પદાર્થ ઉગાડી શકાશે.
નાસાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રૂપે મંગળ અને ચંદ્રમા જેવું વાતાવરણ ઉભું કરીને મંગળ અને ચંદ્રમાની સપાટી પરથી લીધેલી માટીમાં સાદી માટી ભેળવીને કૃત્રિમ વાતાવરણ ઉભું કર્યું હતું. જેમાં ટમાટર, પાલક અને મૂળા જેવી અલગ અલ વસ્તુઓ ઉગાડી. જેમાં નાસાને સફળતા મળી છે. નાસાનું માનવું છે કે જો ભવિષ્યમાં મંગળ અને ચંદ્રમા પર માનવ વસ્તી વસાવવામાં આવે તો એ લોકો માટે ખાદ્ય પદાર્થ ઉગાડી શકાશે. નેધરલેન્ડના વગેનિંગેન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ કહ્યું કે મંગળ અને ચંદ્રમા પર ઉગાવેલા પાકથી બીજ પણ મેળવી શકાશે. જેથી ફરીથી નવું વાવેતર કરી શકાય. તેમણે અળસી, ટામેટા, મૂળા, રાઈ, ક્વિનોઆ, પાલક અને વટાણા જેવી અલગ અલગ 10 ખાદ્ય પદાર્થ ઉગાડ્યા હતા.