NEET પેપર લીક મામલે CBI એ કરી 2 આરોપીની ધરપકડ…..

0
160

નીટ પેપર લીક મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ ગુરુવારે પોતાના સ્તર પર પહેલી વાર આરોપીની ધરપકડ કરી છે. સીબીઆઈએ મનીષ પ્રકાશ અને આશુતોષ કુમારની ધરપકડ કરી છે. મનીષની પૂછપરછ માટે તપાસ એજન્સીએ બોલાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ધરપકડની સૂચના મનીષની પત્નીને ફોન કરીને આપવામાં આવી હતી. તો બીજી તરફ સીબીઆઈએ પેપર લીકના બે આરોપી ચીંટૂ અને મુકેશના રિમાન્ડ મેળવી લીધા છે. બંને આરોપીઓને બેઉર જેલ માંથી લઈને તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ સીબીઆઈ ઓફિસ લાવવામાં આવ્યા હતા.તમને જણાવીએ કે સીબીઆઈએ મંગળવારના રોજ બંને આરોપીઓની સાત દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જેને કારણે સીબીઆઇની તપાસ વધુ ઝડપી બની છે. સીબીઆઈની બે ટીમ નાલંદા અને સમસ્તીપુરમાં છે. તો વધુ એક ટીમ હજારીબાગ પહોંચી ગઈ છે. સીબીઆઈએ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત કુલ 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.