NPR પ્રક્રિયા વિષે સવિસ્તાર વિગત 

0
1526

વસતિગણતરી 2021માં શરૂ થશે પણ એનપીઆર અપડેટનું કામ આસામને છોડીને બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૃહ મંત્રાલયે 2021ની વસતિગણતરી માટે 8,754 કરોડ રૂપિયા અને એનપીઆર અપડેટ માટે 3,941 કરોડ રૂપિયાના ખર્ચના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. એનપીઆર સામાન્ય રીતે ભારતમાં રહેતા લોકો કે યૂઝ્યુઅલ રેસિડેન્ટ્સનું એક રજિસ્ટર છે. ભારતમાં રહેતા લોકો માટે એનપીઆર અંતર્ગત રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. આ ભારતીયોની સાથે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પણ અનિવાર્ય રહેશે. એનપીઆરનો હેતુ દેશમાં રહેતા લોકોનો વ્યાપક રીતે ઓળખથી જોડાયેલા ડેટાબેઝ તૈયાર કરવાનો છે. પહેલી એનપીઆર પ્રક્રિયા 2010માં તૈયાર કરાઈ હતી અને તેને અપડેટ કરવાની કામગીરી અંતર્ગત વર્ષ 2015માં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. હવે તેને ફરીથી અપડેટ કરવાનું કામ 2020માં એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર 2021ની વસતિગણતરીમાં હાઉસ લિસ્ટિંગ ફેઝની સાથે ચાલશે. નાગરિકતા કાયદો 1955 અને સિટીઝનશિપ (રજિસ્ટ્રેશન ઑફ સિટીઝન્સ ઍન્ડ ઇશ્યુ ઑફ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ્સ) રૂલ્સ, 2003ની જોગવાઈ પ્રમાણે ગામ, પંચાયત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે કામ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here