NSUIના પ્રમુખને સચિવાલયમાં પ્રવેશવા પર પ્રતિબંધ

0
952

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશનમાં પ્રિન્સિપાલ તરીકે ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપને કેગનું સમર્થ મળ્યું છે એટલું જ નહીં યુનિવર્સિટીના ઓડીટમાં પણ આ બાબતને અનુમોદન આપવામાં આવ્યું છે. તેમ છતાં આચાર્યને બરતરફ કરવામાં આવતાં નથી. જેને લઇને એનએસયુઆઇના પ્રમુખ આજે રજૂઆત માટે સચિવાલય ગયા હતા. જ્યાં તેમના નામની પ્રવેશબંધિ હોવાનું પોલીસે કહી દીધું હતું.

શિક્ષણ અને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઇને વિવિધ પ્રશ્નોને લઇને સરકાર સામે લડત ચલાવતા એન.એસ.યુ.આઇ.ના ગાંધીનગર જિલ્લા પ્રમુખ અમીત પારેખને આજે સચિવલાયમાં પ્રવેશ આપવામાં પોલીસે આનાકાની કરી હતી. પોલીસનું કહેવું હતું કે ઉપરની સુચનાથી અમીત પારેખને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે અને સચિવાલયમાં તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે વિરોધ કરતાં અમીત પારેખે જણાવ્યું હતું.

લોકશાહીમાં અન્ય અરજદારની જેમ મને પણ સચિવાલયમાં જવાનો પુરો અધિકાર છે. જો સરકારે કે શિક્ષણમંત્રીએ ખોટું કર્યું ન હોય તો ડરે છે શું કરવા ?  એન.એસ.યુ.આઇ. દ્વારા ગાંધીનગર સ્થિત આઇઆઇટીમાં પ્રિન્સિપાલની વર્ષ ૨૦૧૪માં ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાના વિવિધ પુરાવા અગાઉ રજુ કરવામાં આવ્યા હતાં.

તે અંગે જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે, આ એનએસયુઆઇની રજુઆતને કેગના ઓડીટમાં તથા યુનિવર્સિટીના ઓડીટમાં પણ સમર્થન મળ્યું છે. આવી સ્થિતિમાં પણ શિક્ષણ તંત્ર ખોટી રીતે અહીં પ્રિન્સિપાલને ફરજ પર રાખે છે. સત્વરે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તા.૨૪મીએ શિક્ષણમંત્રીના કાર્યક્રમનો એન.એસ.યુ.આઇ. બહિષ્કાર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here