Olympics 2024 : વિનેશ ફોગાટની સેમીફાઈનલમાં એન્ટ્રી

0
164

ભારત પેરિસ ઓલિમ્પિકમાં ચોથો મેડલ જીતે તેવી આશા વધી છે . શરૂઆતમાં જાપાની કુસ્તીબાજ વિનેશ ફોગાટ પર હાવી થઈ ગઈ હતી. પરંતુ છેલ્લી 5 સેકન્ડમાં વિનેશે ફિલ્મી સ્ટાઈલમાં જીત મેળવીને ક્વાર્ટર ફાયનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. વિનેશે ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયનને પછાડીને પોઈન્ટ મેળવ્યા હતા. હવે વિનેશે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.વિનેશ ફોગાટે માત્ર જાપાન જ નહીં પરંતુ વિશ્વની નંબર વન રેસલર યૂઇ સુસાકીને હરાવી છે.ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા Yui Susakiએ એક પણ પોઈન્ટ હાર્યા વિના ગોલ્ડ મેડલ (41-0) જીત્યો હતો.Yui Susaki જે તેની 14 વર્ષની કારકિર્દીમાં માત્ર ત્રણ મેચ હારી છે. જે ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન છે.Yui Susaki જે બે વખત એશિયન ચેમ્પિયન છે. વર્લ્ડ અંડર 23 ચેમ્પિયન છે. બે વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને ત્રણ વખત વર્લ્ડ કેડેટ ચેમ્પિયન છે.વિનેશ ફોગાટે જાપાની Yui Susakiને હરાવી છે