PM નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર

0
328

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ 78 ટકા ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ સાથે ટોચ પર રહ્યા છે. મોર્નિંગ કન્સલ્ટની વેબસાઇટ પર જારી યાદીમાં મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાક સહિત દુનિયાના 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ મુકી દીધા છે.પીએમ મોદીને દુનિયાભરના વયસ્કોમાં સૌથી વધુ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં બીજાક્રમે મેક્સિકોના પ્રમુખ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોર છે. સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ એલેન બેરસેટ 62 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. સર્વે મુજબ વર્ષ 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં અમેરિકી પ્રમુખ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન સુનાકને ટોપ ફાઇવમાં પણ સ્થાન મળ્યું નથી. આ યાદીમાં બાઇડેન 40 ટકા એપ્રૂવલ રેટિંગની સાથે સાતમું સ્થાન મળ્યું છે. સુનાક આ યાદીમાં 30 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે 13માં ક્રમે રહ્યા છે.