પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસને લઇ ગુજરાતની બે દિવસની મુલાકાતે ગઇકાલે આવી પહોંચ્યાં હતાં. આજે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાયસણ સ્થિતિ નિવાસ સ્થાને માતા હિરાબાના આશીર્વાદ લીધા.
પીએમ મોદીએ નર્મદા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદે સર્વદેના નારા સાથે પીએમ મોદીએ સંબોધનનો પ્રારંભ કર્યો હતો. પીએમ કહ્યું કે કેમ છો? આજે ગુજરાતમાં જોર લાગે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પાછળ જળસાગર છે અને આગળ જનસાગર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જંગલ, સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મળી હતી. ત્યારબાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ-અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યાં હતા.