PM નરેન્દ્ર મોદીએ એન્ટોનિયો કોસ્ટા (António Costa)ને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં, PM મોદીએ India-EU વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે કોસ્ટા સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર એક પોસ્ટમાં PM મોદીએ કહ્યું, “મારા મિત્ર એન્ટોનિયો કોસ્ટા (António Costa)ને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. હું India-EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું.”