PM Modi અંદમાન અને નિકોબારના 21 દ્વીપોનું કરશે નામકરણ

0
285

વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરી, 2023ના અંદમાન અને નિકોબારના 21 સૌથી મોટા નામ વગરના દ્વીપોનું નામકરણ કરશે. આ દ્વીપોના નામ ભારતના 21 પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે. ભારતની કેન્દ્ર સરકાર ભારતીય સેના અને સેનાના જવાનો માટે સતત કામ કરી રહી છે. ભારતીય સેનાના જવાનો સન્માનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અનેક સ્મારકો અને યોજનાઓ પણ બની છે. હાલમાં ભારતીય સેનાના પૂર્વ જવાનોના સન્માનમાં વધુ એક પ્રસંશનીય કામ ભારત સરકાર કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરી, 2023ના અંદમાન અને નિકોબારના 21 સૌથી મોટા નામ વગરના દ્વીપોનું નામકરણ કરશે. આ દ્વીપોના નામ ભારતના 21 પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે.