PM નરેન્દ્ર મોદી દ્વારકામાં દશેરા કાર્યક્રમમાં ભાગ લેશે : રાવણ દહન કરશે

0
1307

અસત્ય પર સત્યની જીતના પાવન તહેવાર દશેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ દ્વારકાના સેક્ટર 10માં રામલીલા મેદાનમાં રાવણ દહન કરશે. વડાપ્રધાનના અહીં આવવાના કારણે સુરક્ષાના કડક ઈન્તેજામ કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશેરા કાર્યક્રમમાં સામેલ થવાના પગલે સેક્ટર 10 રામલીલા મેદાન અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવી છે. સમગ્ર રામલીલા મેદાનને છાવણીમાં ફેરવી નખાયો છે. આથી દ્વારકા રામલીલા ગ્રાઉન્ડમાં રાવણ દહન જોવા આવનારા લોકોએ કડક સુરક્ષા ઘેરામાંથી પસાર થવું પડશે. અહીં સુરક્ષાના ચાર લેયર બનાવવામાં આવ્યાં છે. જેમાંથી લોકોએ પસાર થવું પડશે. આ મેદાનમાં દિલ્હી  પોલીસ, કેન્દ્રીય પોલીસ દળ, અને એસપીજીના જવાનો સંપૂર્ણ રીતે સુરક્ષા ઈન્તેજામમાં તૈનાત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here