નરેન્દ્ર મોદી માટે અને ભાજપ માટે વર્ષ 2024 ખુબ જ અગત્યનું રહેશે. કારણકે, 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. એક તરફ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા મોદીના વિજય રથને રોકવા અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છેકે, આ વખતે પીએમ મોદી તમિલનાડુથી લોકસભાની ચૂંટણી લડશે. એટલું જ નહીં ચર્ચા એવી પણ છેકે, સાઉથના સુપરસ્ટાર રજનીકાન્ત પણ મોદી માટે પ્રચાર કરતા જોવા મળશે. જોકે, હજુ સુધી આ માંથી એકપણ વાતની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.હાલ એવા સમાચારો વહેતા થયા છેકે, સાઉથમાં સુપરસ્ટાર રજનીકાંત તેમજ અન્ય અગ્રણીઓ સાથે ભાજપનો આક્રમક પ્રચાર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છેકે, દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી હમેશા ચઢાણ રહ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે તમિલનાડુથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત મળી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહના તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની આ સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે.