PM મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા : મંત્રોચ્ચાર સાથે પૂજન

0
1291

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની 70મી વર્ષગાંઠ માદરે વતન ગુજરાતમાં ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવાના હતા. પરંતુ કાર્યક્રમ ફેરફાર થયા બાદ પીએમ મોદી માતા હીરાબાને ગાંધીનગર મળ્યા પહેલાં તેઓ કેવડિયા ખાતે જવા માટે રવાના થઇ ગયા છે. અહીં મોદી પ્રથમવાર 138.68 મીટર સર્વોચ્ચ સપાટીથી છલકાયેલા નર્મદા ડેમના નીરમાં શ્રીફળ ચૂંદડી વહાવી નર્મદાના પાણીના વધામણાં કરશે. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાશે, આ સાથે રાજ્યકક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવનો આરંભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here