PM મોદીના ગાંધીનગર આગમન પર 3 હજાર પોલીસ કર્મીઓ તૈનાત…….

0
127

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ગાંધીનગરમાં 25 હજારથી વધુ લોકોના એકત્રીકરણની તૈયારીઓ ચાલી રહી છે.

વડાપ્રધાન 26મીએ સાંજે અમદાવાદમાં રોડ શો કરશે. ત્યારબાદ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 27મીએ સવારે મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના માર્ગ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત ઇન્ચાર્જ ADGP રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં બે કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર, રોડ શો દરમિયાન 3 હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.

ટ્રાફિક વ્યવસ્થા અંતર્ગત ગાંધીનગરનો મંત્રી આવાસ વાળો ‘જ’ રોડ 26મીથી બંધ રહેશે. રોડ શોના માર્ગ પર આવતા રસ્તાઓ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સાફ-સફાઈ અને આવશ્યક સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજભવન અને મહાત્મા મંદિરની આસપાસ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.