PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારી :CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

0
241

PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અંબાજીધામ, ખેરાલુ અને એકતાનગર ખાતે યોજાનારા લોકાર્પણ-ખાતમુહૂર્તના વિવિધ વિકાસકામો સહિતના કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીના સમગ્ર પરિસરની સ્વચ્છતા-સફાઈ, જાહેર સભામાં આવનારા લોકો-જનતા જનાર્દન માટે પાણી, છાશ વિતરણ તથા આરોગ્ય વિષયક સેવાઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.