Pushpa 2 નું The Couple Song રિલીઝ……

0
232

‘પુષ્પા 2’ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ‘પુષ્પા 2’ મુવીનું નવું સોન્ગ રિલીઝ થયુ છે. ધ કપલ સોન્ગ એક નવા સ્તર પર પહોંચી શકે છે. આ સોન્ગમાં ભારતની લોકપ્રિય જોડી નજરે પડી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન પુષ્પા રાજના રૂપમાં અને રશ્મિકા મંદાના શ્રીવલ્લીના રૂપમાં આ ગીતમાં છવાઇ ગયા છે. પહેલાંથી આ જ ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ સોન્ગ પુષ્પા પુષ્પા જબરજસ્ત હિટ રહ્યું હતુ. જો કે હાલમાં ચારેબાજુ બીજા સોન્ગને લઇને ચર્ચામાં છે. આ જોડી ઇન્ડસ્ટ્રીમાં ધમાકો મચાવવા માટે તૈયાર છે. આ ગીતમાં વાસ્તવિક સેટની ઝલક બતાવવામાં આવી છે