SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી અંતર્ધ્યાન થયા

0
2297

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10. વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઈ.સ. 1956, 3 ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી
પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. 23 વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા ઈ.સ. 1956, 3 જી ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે ઓળખાયા. દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા આદિવાસી ઉત્થાનના કાર્ય માટે પ.પૂ.બાપજીએ અથાક વિચરણ કર્યું અને વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here