T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે વિશિષ્ટ વૉકનો આઇડિયા ચહલ અને કુલદીપનો હતો : રોહિત શર્મા

0
180

T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે કૅપ્ટન રોહિત શર્મા એક વિશિષ્ટ પ્રકારે વૉક કરીને પોડિયમ સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં રોહિત શર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે આ પ્રકારના વૉકનો આઇડિયા સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો હતો, તેઓએ આ ક્ષણને યાદગાર બનાવવા માટે આ પ્રકારે વૉક કરવાનું મને સૂચન કર્યું હતું.