T20 વર્લ્ડ કપનું પોતાનું હાઇએસ્ટ ટોટલ ડિફેન્ડ કરીને અફઘાનિસ્તાને લીધી વિજયી વિદાય

0
628

ચેન્નઈમાં ગઈ કાલે ૮૨ રને કૅનેડાને હરાવીને અફઘાનિસ્તાને પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનનો સુખદ અંત કર્યો હતો. ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનના ૯૫ રનની મદદથી ૪ વિકેટે અફઘાનિસ્તાને પોતાનો T20 વર્લ્ડ કપનો પહેલો ૨૦૦ રનનો સ્કોર ફટકાર્યો હતો. જવાબમાં કૅનેડા ૮ વિકેટે ૧૧૮ રન જ કરી શક્યું હતું. અફઘાની બૅટર તરીકે T20 વર્લ્ડ કપ ઇતિહાસની ૯૫ રનની બેસ્ટ ઇનિંગ્સ રમનાર ઇબ્રાહિમ ઝાદરાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.