The Conjuring: Last Rites એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ…..

0
310

ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સે ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો, 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનર બની!5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘બાગી 4’, ‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’ અને ‘ધ બેંગાલ ફાઇલ્સ’ સામેલ હતી. પરંતુ આ હોરર ડ્રામા ફિલ્મ ‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’એ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. આ ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે 17.5 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી અને 2025ની કોઈપણ હોલીવુડ ફિલ્મ માટે સૌથી મોટી ઓપનિંગ ડે કલેક્શન લઇને ઇતિહાસ રચ્યો છે. ‘ધ નન’નો રેકોર્ડ તોડી નાંખ્યો છે.