The Kerala Story ફિલ્મને મળ્યું A સર્ટીફિકેટ….

0
873

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ કેરેલા સ્ટોરી વિવાદોથી સતત ઘેરાઈ રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મે ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ કેરેલા સ્ટોરી વિવાદોથી સતત ઘેરાઈ રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ફિલ્મમાં ચાર મહિલાઓની વાતને દર્શાવવામાં આવી છે જેઓ આઈએસઆઈએસમાં જોડાય છે અને ધર્મ પરિવર્તન કરે છે. આ મામલે વિવાદો હજુ શાંત થયા નથી ત્યાં સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરીને ફિલ્મને એ સર્ટીફીકેટ આપ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મમાંથી બે ડાયલોગ હટાવ્યા છે અને દસ સીન પર કાતર ફેરવી છે.

આ ફિલ્મને લઈને વિવાદ એટલો વધી ગયો છે કે ચૂંટણી પંચે ફિલ્મમાં દેખાડવામાં આવેલા આંકડાના ડોક્યુમેન્ટરી પ્રુફ રજૂ કરવાનું કહ્યું છે. સેન્સર બોર્ડે પણ આ ફિલ્મ પર કાતર ફેરવી છે. બોર્ડે ફિલ્મમાંથી બે ડાયલોગ હટાવવા કહ્યું છે. જે સીનને સેન્સર બોર્ડે હટાવવાનો આદેશ કર્યો છે તેમાં સૌથી મોટો સીન હતો કેરળના એક પૂર્વ મુખ્યમંત્રીનું ઇન્ટરવ્યૂ.

ધ કેરલા સ્ટોરી વિપુલ અમૃતલાલ શાહના પ્રોડક્શનમાં અને સુદીપ્તો સેનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં કેરળમાં રહેતી 4 મહિલાઓની વાર્તા દેખાડવામાં આવી છે. જેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને આઈએસઆઈએસ માં જોડાય છે. આ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રિલીઝ થયા પછી ફિલ્મને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી જેવી પોલિટિકલ પાર્ટીઓ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. પાર્ટીઓનું કહેવું છે કે આ ફિલ્મ વડે કેરળની છબીને નેગેટિવ રીતે દેખાડવામાં આવી રહી છે. જોકે વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મે ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.