Tokyo Paralympics માં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ…

0
584

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો છે આઠમો મેડલ. આ અગાઉ રિયો પેરાલિમ્પકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યાં હતાં. જ્યારે અત્યાર સુધીમાં તેના કરતા ડબલ મેડલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સિંઘરાજ અધનાએ પેરાલિમ્પિક મેન્સ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આજે મળ્યો છે આઠમો મેડલ. આ અગાઉ રિયો પેરાલિમ્પકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યાં હતાં. જ્યારે અત્યાર સુધીમાં તેના કરતા ડબલ મેડલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સિંઘરાજ અધનાએ પેરાલિમ્પિક મેન્સ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.10 મીટર એયર પિસ્તોલ SH-1 કેટેગરીમાં સિંઘરાજે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. સિંઘરાજ માત્ર થોડા જ પોઈંટથી આ સ્પર્ધામાં સિલ્વર મેડલ ચૂકી ગયા હતાં. જ્યારે આ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ ચાઈનાએ હાંસલ કર્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ફરિદાબાદના 39 વર્ષિય સિંઘરાજે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં ગઈકાલે 19 વર્ષિય અવની લેખારાંએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ હાંસલ કરી લીધાં છે. ઉલ્લેખનીય છેકે, આ વખતે પેરાલંપિક્સમાં ભારતે અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે કુલ 56 ખેલાડીઓ મોકલ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here