UNમાં PM મોદી : આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી છે

0
1351

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 74માં સત્રને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ભારતીય સમયાનુસાર સાંજે 07.30 વાગ્યે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 74માં સત્રને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતીય સમયાનુસાર સાંજે 07.30 વાગ્યે પોતાનું સંબોધન ચાલુ કર્યું. વડાપ્રધાન મોદી અગાઉ મોરેશિયસનાં રાષ્ટ્રપતિ, ઇન્ડોનેશિયાનાં ઉપરાષ્ટ્રપતિ અને લિસોથોના વડાપ્રધાન આ સત્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીનુ સંબોધન ચોથા નંબર પર હતું. જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાતમા નંબર પર સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીનું સંબોધન લાઇવ…

– આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી છે.
– આતંકવાદ કોઇ એક દેશ માટે નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે પડકાર છે.
– અમારા અવાજમાં આતંકવાદ વિરુદ્ધ આક્રોશ છે.
– આતંકવાદ કોઇ દેશ નહી પરંતુ સમગ્ર માનવતા માટે મોટો પડકાર છે.
– આતંકવાદ વિરુદ્ધ વિખરાઇ જતું વિશ્વ કોઇના પણ હિતમાં નથી
– પાકિસ્તાનનું નામ લીધા વગર જ આતંકવાદ પર વડાપ્રધાન મોદીનું મોટુ નિવેદન
– જો ઇતિહાસ અને Per Capita Emission ની નજરથી જોઇએ તો ગ્લોબલ વોર્મિંગમાં ભારતનું યોગદાન ખુબ જ ઓછું રહ્યું છે. પરંતુ તેના સમાધાન માટે પગલા ઉઠાવનારાઓમાં ભારત એક અગ્રણી દેશ છે.
– અમે 130 કરોડ ભારતીયોને કેન્દ્રમાં રાખીને પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ પ્રયાસ જે સપનાઓ માટે થઇ રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે છે, દરેક દેશ માટે છે, દરેક સમાજ માટેના અમારા પ્રયાસો છે. પરિણામો સમગ્ર સંસાર માટે આવશે.
– આજે વિશ્વનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે. 21મી સદીની આધુનિક ટેક્નોલોજી, સમાજ, અંગત જીવન, અર્થવ્યવસ્થા, સુરક્ષા કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામુહિક પરિવર્તનો આવી રહ્યા છે.
– અમે માનીએ છીએ કે કોઇ એક દેશ જ નહી પરંતુ સમગ્ર વિશ્વ અને માનવતાનો સૌથી મોટો પડકાર છે આતંકવાદ. આતંકના નામે વહેંચાયેલી દુનિયા તે સિદ્ધાંતોને નુકસાન પહોંચાડે છે જેના આધાર પર જ આ સંસ્થાનો (UN) જન્મ થયો છે.
– યુએનના શાંતિ પ્રયાસમાં સૌથી મોટુ બલિદાન જો કોઇ દેશે આપ્યું હોય તો તે ભારતે આપ્યું છે. એટલા માટે જ અમારા અવાજમાં આતંકવાદની વિરુદ્ધ વિશ્વને સતર્ક કરવાની ગંભીરતા પણ છે અને આક્રોશ પણ છે.
– અમે તે દેશનાં નિવાસી છીએ જેમણે વિશ્વને યુદ્ધ નહી પરંતુ બુદ્ધની ભેટ આપી છે.
– ભારત જે વિષયો ઉઠાવી રહ્યું છે, જે નવા વૈશ્વિક મંચોનાં નિર્માણ માટે ભારત આગળ આવ્યું છે, તેનો આધાર વૈશ્વિક પડકારો છે, વૈશ્વિક વિષય છે અને ગંભીર સમસ્યાઓનું સમાધાન સામુહિક પ્રયાસ છે.
– અમે તમામ સ્થાનો માટે પોતિકાપણાનો ભાવ રાખીએ છીએ અને તમામ લોકો અમારા પોતાનાં છે. દેશની સીમાઓથી પરે પણ પોતીકાપણાની ભાવના ભારતની વિશેષતા રહી છે.
– આજથી ત્રણ હજાર વર્ષો પૂર્વે, ભારતનાં મહાન કવિ, કણિયન પૂગુન્ડ્રનારે વૈશ્વિકની પ્રાચિનતમ ભાષા તમિલમાં કહ્યું હતું , યાદુમ ઉરે યાવરુમ કેડિર
– જ્યારે હું તે દેશોનાં સુખ દુશ સાંભળું છું, તેના સપનાઓથી પરિચિત છું, ત્યારે મારો આ સંકલ્પ વધારે મજબુત થઇ જાય છે હું મારા દેશનો વિકાસ વધારે ઝડપથી કરુ જેથી ભારતનાં અનુભવ તે દેશોના કામ પણ આવી શકે.
– મારો તે વિશ્વાસ દિવસેને દિવસે ત્યારે પણ દ્રઢ થતો જાય છે જ્યારે હું તે દેશો અંગે વિચારુ છુ જે વિકાસની યાત્રામાં ભારતની જેમ જ પોતાનાં સ્તરે પ્રયાસો કરી રહ્યા છે.
– આગામી 5 વર્ષોમાં અમે અમારા દુર દુરના ગામોમાં સવા લાખ કિલોમીટરથી પણ વધારે માર્ગ બનાવવા જઇ રહ્યા છીએ. 2022 જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાનાં 75માં વર્ષનું પર્વ મનાવીશું, ત્યા સુધીમાં અમે ગરીબો માટે 2 કરોડ મકાનોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ।
– 2022 જ્યારે ભારત પોતાની આઝાદીનાં 75 વર્ષનું પર્વ મનાવશે, ત્યાર સુધી અમે ગરીબો માટે 2 કરોડ વધારે ઘરોનું નિર્માણ કરવાનાં છીએ।
– આગામી 5 વર્ષોમાં અમે જળ સંરક્ષણના કામમે વધારે ભાર પુર્વક કરીશું અને 15 કરોડ ઘરોના પાણીનુ સપ્લાયથી જોડવાનાં છીએ.
– વિશ્વએ ભલે ટીબી મુક્તિ માટે વર્ષ 2030નો સમય મુક્યો હોય, પરંતુ અમે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવા માટે કામ કરીએ છીએ.
– ભારત હજારો વર્ષ જુની એક મહાન સંસ્કૃતી છે, જેની પોતાની જીવંત પરંપરા છે, જે વૈશ્વિક સપનાઓને પોતાનામાં સમેટીને બેઠું છે. અમારા સંસ્કાર અમારી સંસ્કૃતી, જીવમાં પણ શિવનું દર્શન કરે છે.
– બાપુની 150મી જયંતી પર સંબોધન ગર્વનો વિષય
– માત્ર 5 વર્ષમાં 11 કરોડ શૌચાલયો બનાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here