UP માં બેકાબૂ બસે અનેક લોકોને કચડી નાખ્યા…..

0
743

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બેકાબૂ ઈલેક્ટ્રિક બસે લોકોને કચડી નાખ્યા. બસ અનેક વાહનોને ટક્કર મારતી મારતી ડમ્પર સાથે ટકરાઈ. આ દર્દનાક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 9 લોકો ઘાયલ છે. ઘાયલ લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.અત્રે જણાવવાનું કે આ ભયાનક અકસ્માત બાબુપુરવા પોલીસ મથકના ટાટમિલ ચાર રસ્તે થયો. દુર્ઘટના બાદ હડકંપ મચી ગયો. અફરાતફરી મચી. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાનપુરમાં થયેલા આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કાનપુરથી રોડ અકસ્માતના ખુબ જ દુ:ખદ સમાચાર મળ્યા. મૃતકોના પરિજનો પ્રત્યે મારી ઊંડી શોક સંવેદનાઓ. હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે ઘાયલોને જલદી સ્વાસ્થ્ય લાભ મળે.
નોંધનીય છે કે પોલીસે રાહત બચાવ કાર્ય હાથ ધરતા અનેક લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘાયલોમાંથી 3ની સ્થિતિ ગંભીર છે. પોલીસે જણાવ્યું કે બેકાબૂ બનેલી બસે કાર અને બાઈકોને ઝપેટમાં લીધા. પોલીસને જેવી ઘટના અંગે જાણકારી મળી કે અનેક પોલીસમથકના કર્મીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા. જ્યારે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. બસ ડ્રાઈવરની ભાળ મેળવવામાં આવી રહી છે. અકસ્માતના કારણો અંગે તપાસ હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here