USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યા 34 આરોપ

0
233

ર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ થનારી સુનાવણીને લઈને સમગ્ર ન્યૂયોર્કમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને મૈનહટ્ટનમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ થયા બાદ તરત ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા પરત ફર્યા હતા. સાંજે પામ બીચ સ્થિત પોતાના ઘર માર-આ-લાગોમાં તેઓએ ભાષણ પણ આપ્યું હતું. પોર્ન સ્ટાર કેસમાં આરોપોનો સામનો કરનારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પહેલી વાર ન્યૂયોર્કના જજ સામે હાજર થયા હતા. ટ્રંપે મૈનહટ્ટન ક્રિમિનલ કોર્ટમાં જ્યૂરી દ્વારા લગાવવામાં આવેલા 34 આરોપોને નકારતા પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. આમાં ત્રણ કેસ ગુપ્ત ચૂકવણી સાથે સંકળાયેલા છે. ખાસ કરીને 2016માં રાષ્ટ્રપતિ અભિયાન હેટળ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને રુપિયા આપવાના કેસે ડોનાલ્ડ ટ્રમ્પને મુશ્કેલીમાં નાખી દીધા છે. કોર્ટમાં પહોંચતી વખતે ટ્રંપે પોતાનો હાથ હલાવીને જનતાનું અભિવાદન કર્યું હતું. કોર્ટમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, એક કલાકની સુનાવણી બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે ખાસ સવાલ એ ઉભો થાય છે કે આ કેસથી ટ્રંપ માટે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પર કેવી અસર પડશે.