Welcome 3: જન્મદિવસે અક્ષય કુમારે ચાહકોને આપ્યું સરપ્રાઈઝ

0
290

Welcome 3: અક્ષય કુમારે પોતાના જન્મદિવસે પોતાની મોસ્ટ અવેઈટેડ વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ઈન્સ્ટૉલમેન્ટ `વેલકમ 3`નું ટીઝર જાહેર કરી દીધું છે, સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે બૉલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ અવસરે એક્ટરને સેલેબ્સ સહિત ફેન્સ પણ વધામણીઓ આપી રહ્યા છે. તો અક્ષય કુમારે પણ પોતાના જન્મદિવસના અવસરે પોતાના ચાહકોને ટ્રીટ આપી છે. હકીકતે એક્ટરે પોતાના જન્મદિવસે પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ` (વેલકમ 3)નું રસપ્રદ ટીઝર જાહેર કરી દીધું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો થઈ ગયો છે.