WPL ઓપનિંગ સેરેમનીમાં કૃતિ-કિયારાના ડાન્સે દિલ જીત્યાં : એપી ઢિલ્લોંના ગીતો પર લોકો ઝૂમ્યાં

0
415

વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનનો આજથી રંગારંગ કાર્યક્રમની સાથે પ્રારંભ થયો. સીઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ. જો કે આ મેચ શરૂ થઈ તે પહેલાં ઓપનિંગ સેરેમનમાં હિપહોપ સિંગર એપી ઢિલ્લોં, બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને કૃતિ સેનનના પર્ફોમન્સે દર્શકોના દિલ જીત્યા. ઓપનિંગ સેરેમની દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ અને BCCIના અન્ય ટોચના પદાધિકારીઓ હાજર રહ્યાં. સેરેમની ખતમ થયા બાદ પાંચેય ટીમના કેપ્ટને ટ્રોફીની સાથે ફોટો ખેંચાવ્યો.