Z+ સિક્યુરિટી સાથે આજે પઠાણ રિલીઝ થઈ….

0
337

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પઠાણનો વિવાદ હજી શમ્યો નથી.  પઠાન ફિલ્મ રિલીઝ થતા શહેરના તમામ થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના થલતેજ ખાતે આવેલા PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત મૂકાયો છે. આ વચ્ચે વહેલી સવારે લોકો આજે રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા પહોંચ્યા છે.

પઠાન રિલીઝ થવા પર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે.

વિવાદોમાં ફસાયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બુધવારે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે ફિલ્મ રીલીઝ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તૈયારીઓ કરી છે. મલ્ટીપ્લેક્સની બહાર બંદોબસ્તની સાથે પોલીસે લોકોને અફવાઓથી ન દોરાવા અપીલ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે હવે પોતાનો વિરોધ આટોપી લીધો છે.