नमस्ते TRUMP : ટ્રમ્પની સાથે કોર ટીમના 8 NRI સભ્યો ભારત આવે તેવી શક્યતા

0
834

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હવે ઇવાન્કા ટ્રમ્પ પણ આવી રહ્યા છે.  ટ્રમ્પની સાથે તેમની મુખ્ય ટીમના 8 સભ્યો પણ આવી રહ્યા છે તેવી શક્યતા છે. આઠેય સભ્યો સીધા જ દિલ્હી પહોંચે તેવી ચર્ચા ચાલી રહી છે. ટ્રમ્પની સાથે આવનારા કોર ટીમના NRI  સભ્યોમાં  NRI સભ્યોમાં પરમાણુ ઉર્જા વિભાગના નાયબ પ્રધાન રીટા બરણવાલ, એશિયાઇ અમેરિકી અને પેસિફિક આઈલેન્ડર્સ સલાહકાર પંચના સભ્ય પ્રેમ પરમેશ્વરન, ટ્રેઝરી ફોર ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સના જોઈન્ટ સેક્રેટરી બિમલ પટેલ, બ્યુરો ઓફ ઇકોનોમિક એન્ડ બિઝનેસ અફેર્સના જોઈન્ટ સેક્રેટરી મનિષા સિંહ, ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઇ, સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિઝના ચેરમેન સીમા વર્મા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય અને ટ્રમ્પના મહત્વના સલાહકાર કાશ પટેલ અને મેન્ટલ હેલ્થ સર્વિસિઝ સાથે સંકળાયેલા શિવાંગી સંપત ભારત આવે તેવી શક્યતા રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here