અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હોવાનો દાવો…

0
156

ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં ભારતની નજરથી છુપાયેલા દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે, ત્યારબાદ તેની હાલત ખરાબ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર અનુસાર, દાઉદ ઈબ્રાહિમ છેલ્લા બે દિવસથી કરાચીની એક હોસ્પિટલમાં દાખલ છે અને તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કોઈએ દાઉદને ઝેર આપ્યું છે, જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દાઉદ વિશેના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારની અટકળો પણ થઈ રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાગેડુ દાઉદ ઈબ્રાહિમ ઘણા સમયથી કરાચીમાં રહે છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક દાઉદ ઈબ્રાહિમ સંગઠિત અપરાધ, આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિતની વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. એટલું જ નહીં, તે 1993ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા.