અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ની હાલત બોક્સ ઓફિસ પર કથળી

0
335

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારનો જાદુ ફેન્સના દિલ પર ચાલી રહ્યો નથી. બેક ટુ બેક ફ્લોપ આપ્યા બાદ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ પણ ફ્લોપ સાબિત થઈ રહી છે.

અક્ષય સહિત તેના ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મને પણ ફેન્સે નકારી કાઢી છે. જોકે, શનિ-રવિના દિવસે પણ થિયેટરમાં ઓડિયન્સ જોવા મળ્યા ન હતા. હવે તમને ‘સેલ્ફી’ના ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાણીને પણ નવાઈ લાગશે.અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘સેલ્ફી’ તેની રિલીઝના ચોથા દિવસે 1.90 કરોડના આંકડાને પણ સ્પર્શી શકી નથી. ફિલ્મમાં બે મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફિસ પર નિરાશા મળી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની શરૂઆત ખરાબ રહી હતી. સેલ્ફીએ પહેલા દિવસે 2.55 કરોડનું કલેક્શન કર્યું હતું.