અક્ષય કુમારની ‘મિશન રાણીગંજ’નું ટ્રેલર રુંવાટા કરી દેશે ઊભા…

0
237

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પર ચાહકો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ટ્રેલર જોયા બાદ ખિલાડી કુમારના ફેન્સ ટ્રેલર પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા પહેલા કરતા વધી ગઈ છે.

‘OMG 2’માં પોતાનો જાદુ દેખાડનાર અક્ષય કુમાર ફરી એકવાર ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. અક્ષય કુમાર હવે એક મોટા મિશન સાથે થિયેટરોમાં દસ્તક કરવા આવી રહ્યા છે, તે પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર પર પણ અક્ષયના ચાહકોએ દિલથી તેમનો પ્રેમ વરસાવ્યો હતો. હવે તેની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ’ જે 6ઠ્ઠી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે તેનું ટાઇટલ પણ ચાર વખત બદલવામાં આવ્યું છે. ક્યારેક ‘કેપ્સ્યુલ ગિલ’, ક્યારેક ‘ધ ગ્રેટ ઈન્ડિયન એસ્કેપ’, તો પછી ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’, હવે આખરે ‘મિશન રાનીગંજ’ના નામે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.