અમદાવાદમાં રેસ્ટોરાં શરૂ કરી રહી છે શેફાલી શાહ

0
640

શેફાલી શાહ હવે ઍક્ટિંગની સાથે એક નવી જર્નીની શરૂઆત કરવા જઈ રહી છે. તેને કુકિંગ ખૂબ જ પસંદ છે અને એથી જ તે હવે એક રેસ્ટોરાં શરૂ કરવાની છે. તેને ઍક્ટિંગની સાથે રાઇટિંગ અને પે​ઇન્ટિંગનો શોખ છે. તે ફૂડી હોવાથી તેને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે કુકિંગ કરે છે. તેના આ શોખને હવે તે હૉસ્પિટલિટી બિઝનેસમાં રૂપાંતરિત કરી રહી છે. તે હવે અમદાવાદમાં હૉસ્પિટલિટી પ્રોફેશનલ નેહા બસ્સી સાથે મળીને થીમ-બેઝ્‍ડ રેસ્ટોરાં ‘જલસા’ શરૂ કરી રહી છે. આ રેસ્ટોરાંમાં ડેકોરથી કટલરી અને રેસિપીથી લઈને પ્રેઝન્ટેશન સુધીની દરેક બાબતમાં શેફાલીએ પોતે ઇન્ટરેસ્ટ લીધો છે. તેની આર્ટ પ્રત્યેની સમજશક્તિનો રેસ્ટોરાંમાં ઉપયોગ કર્યો છે. તે શૂટિંગ કરવાની સાથે તેની રેસ્ટોરાંના ઇન્ટીરિયરને ડિઝાઇન કરવામાં પણ ઘણી વ્યસ્ત હતી. તેણે તેની રેસ્ટોરાંની દીવાલ પર હૅન્ડ પેઇન્ટિંગ પણ કર્યું હતું અને લોકોને પસંદ પડે એવું એમ્બિયન્સ બનાવવાની કોશિશ કરી છે. આ વિશે શેફાલીએ કહ્યું હતું કે ‘લાઇફને સેલિબ્રેટ કરવી એ મારી માન્યતા છે. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ, ફન, મ્યુઝિક, ડાન્સ અને અન્ય બાબતોનો સમાવેશ એટલે ‘જલસા’. જલસા માત્ર રેસ્ટોરાં નથી, એક અનુભવ છે. નામની જેમ જલસા દરેકને એ અનુભવ આપશે. ગ્લોબલ ડિઝાઇન અને ફૂડ ટ્રેન્ડ્સની સાથે ઇન્ડિયન ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસામાં સારો સમય અને સારા ફૂડનો ક્યારેય અંત નહીં આવે. જલસા એક બફેટ રેસ્ટોરાં છે જેમાં ઇન્ડિયાનાં જુદાં-જુદાં રાજ્યોની ડિશની સાથે ઇન્ટરનૅશનલ ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસા એ ફૂડ, ફન અને સાથે હોવાનો એક કાર્નિવલ છે. ફેરિસ વ્હીલ્સ, ઍસ્ટ્રોલોજર્સ, મેંદી આર્ટિસ્ટ, ફનફેર ગેમ્સ વગેરેનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફરી કહું છું કે જલસા ફક્ત રેસ્ટોરાં નથી, એ એક ખુશીને મસૂસ કરવાનો અનુભવ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here