અમદાવાદ આગની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

0
1032

અમદાવાદમાં પીરાણા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં જોરદાર ધમાકો થયો હતો. ફેક્ટરીના આસપાસનાં ગોડાઉનોની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. ફેક્ટરીની પાસે આવેલાં કાપડ ગોડાઉનની છત ધરાશાયી થવાને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આગમાં મોતને ભેટનાર મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં લાગેલી આગ મામલે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે, ‘અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગને કારણે લોકોનાં જીવ જતાં દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના. ઇજાગ્રસ્તો સાથે પ્રાર્થના. ઓથોરિટી અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.’

અમદાવાદ આગકાંડમાં હવે GPCB અને FSL પણ તપાસમાં જોડાયું છે.

FSLની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. અને કયા કેમિકલને કારણે બોઈલરમાં બ્લાસ્ટ થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ આગકાંડ મામલે અમદાવાદના ફાયર ઓફિસરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ફેક્ટરી માલિક પાસે NOC નથી. બ્લાસ્ટથી 5 ગોડાઉનને અસર થઈ છે. કાપડ ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 24થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here