અમરનાથ યાત્રા પુનઃ શરૂ 4000 તીર્થયાત્રીઓ રવાના

0
270

દેશની પવિત્ર અમરનાથ યાત્રા સોમવારે ફરીથી શરુ થઈ છે. ગતશુક્રવારે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા આંશિક રૂપે રોકવામાં આવી હતી. જોકે, આજે 4000 તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો સવારે 5-00 કલાકે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ માટે રવાના થઈ ચૂક્યો છે. જમ્મુના વહીવટીતંત્રના કહેવા મુજબ આ વખતે શ્રદ્ધાળુઓને પંચતરણી રૂટથી બાબા અમરનાથની ગુફા સુધી લઈ જવાશે.

આ યાત્રામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના જવાનો શ્રદ્ધાળુઓને સુરક્ષિત આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે. સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યું કે હજુ અમે વાદળ ફાટવાની ઘટના બાદ આવેલા પૂરને લીધે તણાયેલા ગાયબ લોકો મળે છે કે નહીં તેની શોધ કરી રહ્યા છીએ. પહલગામ અને બાલટાલમાં બનેલા બેઝ કેમ્પથી કોઈ યાત્રીને જવાની મંજૂરી નથી. આ પહેલા વાદળ ફાટવની ઘટનાની રાત્રે જ જમ્મુ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓનો એક જથ્થો કાશ્મીરના બાલટાલ અને પહલગામ બેઝ કેમ્પથી રવાનો થયો હતો. જમ્મુથી તીર્થયાત્રીઓને 279 વ્હીકલ કોન્વોયમાં રવાના કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here